આવક જાવક નું અઘરું ગણિત

 

નમસ્કાર મિત્રો,

આજે ફરી એક સમાજ નો સળગતો સવાલ સામે આવ્યો છે.... આવક જાવક નું અઘરું ગણિત......

સાચ્ચું કહેજો મિત્રો તમે બધા પોતાની આવક જાવક નું ગણિત રાખતા જ હશો ને? પણ તમે ધાર્યા મુજબ ચાલે છે ?

વધારે પડતા મિત્રો નો જવાબ હશે “ ના “. તો તમે વિચાર્યું કે ધાર્યા મુજબ કેમ નથી ચાલતું.?

કારણ કે મોટા ભાગ ના મિત્રો પોતાની આવક અને જાવક વચ્ચે બેલેન્સ નથી જાળવી શકતા. અને એ પણ મોટા ભાગના પોતાના ગામ થી શહેર માં રહેવા કે કમાવા આવ્યા હોય એવા માણસો.

અચ્છા, મારા મન માં એક સવાલ આવે છે કે આપણા બાપ દાદા ઓ ને અત્યાર ની સરખામણી માં બોવ ઓછી આવક હતી અને સરખામણી માં કુટુંબ ના સભ્યો ની સંખ્યા પણ વધારે હતી. તેમ છતા બધા છોકરા આરામ થી રમતા રમતા મોટા થય ગયા અને એ લોકો પોતાની મિલકત માં પણ વધારો કરી શક્યા.

જયારે અત્યાર ની પરિસ્થિતિ જોઈએ તો ગમે એટલી મહેનત કરો ને સારી એવી કમાઈ કરો તો પણ મહિના ના અંતે તો આ ગણિત નો સરવાળો – બાદબાકી કરતા ઝીરો જ આવતો હશે અથવા તો સામાન્ય રકમ બચતી હશે.

ભણતર નું સ્તર વધવાની સાથે આ વ્યવહાર ની સમાજ પણ વધવી જોયે. કમાઈ વધવાની સાથે સંગ્રહ પણ વધવો જોયે. આપણા પૂર્વજો કરતા આપણી પાસે તક પણ વધારે છે. છતા એવું કેમ નથી થય શકતું?

મારા મતે એના માટે ઘણા કારણ જવાબદાર છે, અને મોટા ભાગે માણસો આવી ભૂલ કરે છે.  જેમ કે....

·         બિન જરૂરી દેવું ઉભું કરે છે  -  પોતાનું ઘર હોવું એ બધા નું સપનું હોય છે પણ એ ત્યારે પૂરું કરાય કે જયારે આપડી પાસે પુરતી મૂડી હોય. માણસો બેંક માંથી લોન લઇ ને ઘર ખરીદે છે અને બની જાય છે બેંક ના કમાવ દીકરા. તમારી આવક હોય કે ના હોય હર મહીને હપ્તો તો ભરવો જ રહ્યો. ક્યારેક હિસાબ કરે તો ખબર પડે કે ૧૦ કે ૨૦ વરસ ના અંતે આપડે બે ગણા પૈસા ચૂકવીએ છીએ. તો શું ઘર ની કીમત માં એટલો વધારો આવે છે?

ઘણા દેખા દેખી મા લોન લઇ ને મોટર કાર ખરીદે તો કોઈ મોંઘા મોબાઈલ ખરીદે. અરે પણ આવી શું જરૂર છે? આના પર લાગતું વ્યાજ સીધ્ધું તમારી જાવક વધારે છે. જયારે ખરીદી કરેલી મિલકત માંથી કોઈ આવક નથી થવાની.

 આપણા વડીલો કહેતા ને કે “ વ્યાજ ના ચક્કર ને ઘોડા પણ ના આંબે “

·         બિન જરૂરી ખર્ચ કરે છે  - સારું જીવન જીવવા માટે ખર્ચ તો કરવો જ પડે એટલે આપણે આને ખોટો ખર્ચ તો નહિ કહીએ પણ ખર્ચ માં બિન જરૂરી વધારો કહી શકીએ. જેમ કે એવા તહેવાર ની ઉજવણી કે જેની સાથે આપણે કઈ લાગતું વળગતું નથી ( ક્રિસમસ , ૩૧ ડીસેમ્બર, વેલેન્ટાઈન વીક, વગેરે), વધારે પડતું બહાર હોટેલ માં જમવાનું, દેખા દેખી માં બહાર ફરવા જવાનું, હર વર્ષે જન્મદિવસ ની ઉજવણી (ઘર માં ૫ સભ્યો હોય તો ૫ વાર ), વ્યસન પાછળ નો ખર્ચ, તહેવારો પર સોસાયટી માં અપાતો ફાળો. આવા બિન જરૂરી ખર્ચ પર થોડો કાપ મૂકી શકીએ તો જાવક ઓછી કરી શકીએ.

·         રોકાણ કરવા નો અભાવ – આપણે પૈસા વધે પછી રોકાણ કરવાનું વિચારીએ છીએ, પણ હકીકત માં રોકાણ કર્યા પછી જે વધે એમાં થી ખર્ચ કરવો જોઈએ.

·         આવક માટે નો માત્ર એક જ સ્ત્રોત  - કોરોના લોકડાઉન પછી એક વાત નક્કી થય ગય કે અત્યાર ના સમય માં એક કરતા વધારે આવક ના સ્ત્રોત હોવા જરૂરી છે. આપણા ભાઈઓ જે કરે પછી એમાજ રચ્યા પચ્યા રહે છે. એનાથી ઉપર બીજું કઈ વિચારતા નથી કે કાલે આમાં કઈ તકલીફ થય તો બીજું શું?

·         વધતી જતી મોંઘવારી  -  હા મોંઘવારી એક કારણ હોય શકે પણ મોંઘવારી ની સાથે આપણી આવક માં પણ વધારો થયો જ છે ને. તો હું વધતી જતી મોંઘવારી ને એટલું ખાસ કારણ નહિ માનું.

 

આ કારણો સિવાય ના કોઈ કારણ તમારા મન માં આવે તો તમે મને કોમેન્ટ કરી ને તમારો અભિપ્રાય જણાવી શકો છો.

Comments