Posts

Showing posts with the label problem

સાસુ - વહુ વચ્ચે ની તકરાર.....

સાસુ અને વહુ નો સંબંધ આમ જોયે તો માં અને દીકરી ના સંબધ કરતા પણ વધારે ઘાટો છે. અને બીજા દ્રષ્ટિકોણ થી જોયે તો કુતરા અને બિલાડી ની દુશ્મની કરતા પણ વધારે જોખમી છે. મારા ખ્યાલ મુજબ આ વાંચી ને તમે નક્કી કરી લીધું હશે કે મેં તો જેટલા પણ સાસુ વહુ ના જોડા જોયા એની વચ્ચે તો કુતરા બિલાડી જેવું જ છે. હાં, તમે સાચા છો, આજ તો આપણા સમાજ નો સળગતો સવાલ છે... સાસુ અને વહુ વચ્ચે હમેશા કેમ અણબનાવ યથાવત જ રહે છે ???? આ સવાલ નો જવાબ તો દુનિયા ની બધી સાસુ અને વહુ ના દ્રષ્ટિકોણ થી અલગ અલગ જ હશે પરંતુ આપડે નિષ્પક્ષ રીતે જોયે તો બન્ને વચ્ચે રહેલી ઘણી અસમાનતા ના કારણે આવું થાય છે. આપણે એ અસમાનતા દુર તો ના કરી શકીએ પણ એને સ્વીકારી ને ચાલીયે તો દીકરી પેલા વહુ યાદ આવશે અને માં પેલા સાસુ. ·          ઉમર નો તફાવત  -    સાસુ અને વહુ ની ઉમર માં સામાન્ય રીતે ૨૦ થી ૨૫ વર્ષ નો  તફાવત  હોય છે. આટલો સમય   વ્યક્તિ ની માનસિકતા માં બદલાવ આવવા માટે ઘણો છે. જેમ કે સાસુ   રૂઢીચુસ્ત વાતાવરણ માં વધારે રહ્યા હોવાથી   એ એમ જ વિચારે કે આ...