સાસુ - વહુ વચ્ચે ની તકરાર.....


સાસુ અને વહુ નો સંબંધ આમ જોયે તો માં અને દીકરી ના સંબધ કરતા પણ વધારે ઘાટો છે. અને બીજા દ્રષ્ટિકોણ થી જોયે તો કુતરા અને બિલાડી ની દુશ્મની કરતા પણ વધારે જોખમી છે.

મારા ખ્યાલ મુજબ આ વાંચી ને તમે નક્કી કરી લીધું હશે કે મેં તો જેટલા પણ સાસુ વહુ ના જોડા જોયા એની વચ્ચે તો કુતરા બિલાડી જેવું જ છે. હાં, તમે સાચા છો, આજ તો આપણા સમાજ નો સળગતો સવાલ છે...

સાસુ અને વહુ વચ્ચે હમેશા કેમ અણબનાવ યથાવત જ રહે છે ????

આ સવાલ નો જવાબ તો દુનિયા ની બધી સાસુ અને વહુ ના દ્રષ્ટિકોણ થી અલગ અલગ જ હશે પરંતુ આપડે નિષ્પક્ષ રીતે જોયે તો બન્ને વચ્ચે રહેલી ઘણી અસમાનતા ના કારણે આવું થાય છે. આપણે એ અસમાનતા દુર તો ના કરી શકીએ પણ એને સ્વીકારી ને ચાલીયે તો દીકરી પેલા વહુ યાદ આવશે અને માં પેલા સાસુ.

·         ઉમર નો તફાવત  -   સાસુ અને વહુ ની ઉમર માં સામાન્ય રીતે ૨૦ થી ૨૫ વર્ષ નો તફાવત હોય છે. આટલો સમય   વ્યક્તિ ની માનસિકતા માં બદલાવ આવવા માટે ઘણો છે. જેમ કે સાસુ  રૂઢીચુસ્ત વાતાવરણ માં વધારે રહ્યા હોવાથી   એ એમ જ વિચારે કે આગળ પણ આવી જ રીતે ચાલશે. જયારે સમય સાથે બદલાવ ના વાતાવરણ માં રહેલ વહુ ને   એવું લાગે કે પેલા જેવા નીતિ-નિયમો અને રૂઢી માં થોડી છૂટછાટ કરી ને જીવી શકાય.

 બન્ને પોત પોતાની રીતે સાચા છે પણ પોતાનો અહંકાર છોડ્યા વગર પોતાની વિચારધારા પકડી રાખે છે, અને ઝગડા   નો જન્મ થાય છે.

 અરે, બંને એ સ્વીકારી લેવાનું છે કે ઉમર ની જેમ બન્ને ના વિચારો માં પણ ફર્ક છે તો થોડું ઘણું જતું કરી ને અથવા તો   થોડું ઘણું સહન કરી ને બને ત્યાં સુધી ઝગડા ને જન્મ ના આપવો.

·    વર્ચસ્વ જમાવવા નો વિચાર  -  બન્ને એ ક્યાંક ને ક્યાંક નક્કી કરી જ લીધું હોય છે કે ગમે તેમ થાય, ઘર પર       વર્ચસ્વ  તો   મારું જ હશે. હું કહિશ એમ જ થશે.  સાચું ને...?

 અરે વહુ બેટા, થોડું તો સમજો..... કે આટલા વર્ષ થી આ ઘર ને સંભાળતા આવતા સાસુજી એમ કેમ તમને પોતાનું   વર્ચસ્વ આપી દેશે. વર્ષો ની મહેનત પછી મળેલું રાજપાઠ એમ જ નવા નિશાળિયા ના હાથ માં આપી દેશે?

 વહુ એ પોતાની જાત ને સાસુજી ની જગ્યા એ મૂકી ને જોવું જોયે કે એની જગ્યા એ હું હોત તો હું શું બધું મારી વહુ ના   હાથ માં આપી દેત? જવાબ મળશે “ના”. કારણકે સાસુ ને પણ સ્વાભિમાન હોય પોતાના ઘર ની શેઠાણી હોવાનો.

 હરીફાય કરી ને ઝગડા ને જન્મ આપવા કરતા એવું ના બને કે વહુ એ પ્રેમ, આદર અને સેવા થી સાસુજી પર જ   વર્ચસ્વ જમાવી લેવું જોયે... અને પરિણામ સ્વરૂપ એ ઘર ઉપર પણ વર્ચસ્વ આપો આપ મળી જશે. શું કહો છો       તમે.....?

·     દિકરો માવડિયો કે બાયડી નો ???  - અહિયાં પણ સાસુ વહુ વચ્ચે ઘર ની જેમ જ  દીકરા કે પતિ પર વર્ચસ્વ કે અધિકાર જમાવવા ની હરીફાય લાગે છે. માં નું માને તો માવડિયો... વહુ નું માને તો બાયલો. પેલા ને તો બિચારા ને શૂળી વચ્ચે સોપારી જ થાવાનું.

અરે સાસુજી એટલું તો સમજો કે પેલી છોકરી એનું પોતાનું કહી શકાય એવું બધુજ છોડી ને તમારા દીકરા માટે આવી છે. તો તમારા દીકરા પર તો એનો અધિકાર વ્યાજબી ગણી શકાય.

હા, લાગણી, પ્રેમ અને માતૃત્વ ની દ્રષ્ટિ એ દીકરા પર માં નો અધિકાર પહેલા ગણાય પણ સાથે એ પણ વિચારવું જોઈએ  કે દીકરા ના લગ્ન પછી એજ લાગણી અને પ્રેમ નો અધિકાર, આવનારી વહુ સાથે વહેચું તો એના થી સર્વોચ્ચ ભેટ હું બીજી શું આપી શકુ..?

·    સમય સાથે ઘટતી જતી શહન શક્તિ  -  સમાજ મા નજર કરીએ તો ખબર પડશે કે આપણી આગળ ની પેઢી ના માણસો  માં જે સહન શક્તિ હતી એ આપણી પેઢી ના નવ યુવાનો માં નથી. આજ ના સમય માં નાની નાની વાતો માં ગુસ્સો કરવો, રિસાય ને પિયર ચાલ્યું જવું, ઝગડો કરવો, ઘર કંકાશ અને આના બધા થી કંટાળી ને છેલ્લે આત્મહત્યા, આવા બોવ બધા કિસ્સાઓ આપડે સમાચાર માં જોતા હોયે છીએ.

આનું એક જ  કારણ છે સહન શક્તિ ની ખોટ. અરે તમે દાદી, નાની યા તો આડોશ પડોશ માં રહેતા વૃધ્ધ દાદી  પાસે બેસી એની જીંદગી ની સફર શાંભળસો તો ખબર પડશે કે કેવા કેવા દુખ સહન કર્યા છે એ લોકો એ. અરે હું ચેલેન્જ કરું છું કે એના ૩૦% દુખ ભી નથી જોયા આપડે આપડી જીંદગી માં.

હવે તમે વિચારો કે એ લોકો એ દુખ થી કંટાળી ને છુટ્ટા છેડા લઇ લીધા હોત કે આત્મહત્યા કરી લીધી હોત તો આપણા ઘર ની હાલત અત્યારે શું હોત? આપડે ક્યાં હોત અને કેવી હાલત માં હોય એ વિચારી શકો છો?

અહિયાં ઉપર વાત કરી એમ નાના નાના મતભેદ બધા પરિવાર માં ચલતા જ હોય છે પણ એને સહન કરી ઘર નું શાંતિમય વાતાવરણ જાળવી રાખવું જોયે.

·        પીઠ પાછળ કરાતી ટીકા  -  ઘરકામ માંથી નવરાશ મળે એટલે પોતાની બહેનપણી સાથે ગપ્પા મારવા એ નારી માટે  નો શ્રેષ્ઠ ટાયમપાસ છે. મારી સાસુ આવી ને મારી વહુ આવી, મને આમ કહ્યું અને મને તેમ સંભળાવ્યું, લગભગ આવી જ વાતો વધારે થતી હોય છે.

મારા મત મુજબ આવું ક્યારેય ના કરો. કારણકે પીઠ પાછળ કરેલી ટીકા ફરી ફરી ને  હમેશા એ વ્યક્તિ સુધી પોચી જ જતી હોય છે. અને વધારા માં બહાર ના લોકો ને આપણા ઘર ની આંતરીક પરિસ્થિતિ માં હસ્તક્ષેપ કરવાનો મોકો મળી જાય છે.

અને તમને તો ખબર જ છે બીજા લોકો ને સળગાવવા માં મજા આવે પછી દુર ઉભા ઉભા જોયા કરે...

એક વાત યાદ રાખો – “તમે પોતાની કોઈ વાત ને તમારા પેટ માં નથી રાખી શકતા તો બીજા પાસે આશા ના રાખે કે તમે કહેલી વાત એ ત્રીજા વ્યક્તિ ને નહિ કહે..”


આવી નાની નાની ઘણી વાતો છે કે જેના પર વિચાર કરવામાં આવે તો અને સાસુ અને વહુ, માં અને દીકરી ની જેમ પ્રેમ થી રહી શકે અને ઘર માં એક શાંતિ અને પ્રેમ નું વાતાવરણ ઉભું કરી શકે....


જીંદગી માં પ્રથમ વખત લખવા ની શરૂઆત કરી છે, તો વિચાર્યું કે લખીએ તો એવું કાંઇક લખીએ કે કોઈ ને મદદરૂપ થાય, કોઈક મારા વિચાર ને અનુસરે અને પોતે વિચારવા માટે વિવશ થાય.  આ મારો કોઈ વ્યક્તિગત અનુભવ નથી પણ આપણી આજુ બાજુ માં નઝર કરવાથી આવી ઘણી સમસ્યા દેખાતી હોય છે. જેનો ઉકેલ લાવવા માટે નાનો એવો પ્રયાસ કર્યો છે.

મારા આ વિચારો ગમ્યા હોય તો મેસેજ કે કોલ કરી મારો જુસ્સો વધારવા વિનંતી.

નવ પરણિત વહુ ની જેમ લેખન ની દુનિયા માં નવો નિશાળિયો...

કિશન કોટડીયા  (૮૦૦૦૧૬૮૦૦૫ – kotadiyakishan@gmail.com)

Comments

Popular posts from this blog

આવક જાવક નું અઘરું ગણિત