Posts

આવક જાવક નું અઘરું ગણિત

  નમસ્કાર મિત્રો, આજે ફરી એક સમાજ નો સળગતો સવાલ સામે આવ્યો છે.... આવક જાવક નું અઘરું ગણિત...... સાચ્ચું કહેજો મિત્રો તમે બધા પોતાની આવક જાવક નું ગણિત રાખતા જ હશો ને? પણ તમે ધાર્યા મુજબ ચાલે છે ? વધારે પડતા મિત્રો નો જવાબ હશે “ ના “. તો તમે વિચાર્યું કે ધાર્યા મુજબ કેમ નથી ચાલતું.? કારણ કે મોટા ભાગ ના મિત્રો પોતાની આવક અને જાવક વચ્ચે બેલેન્સ નથી જાળવી શકતા. અને એ પણ મોટા ભાગના પોતાના ગામ થી શહેર માં રહેવા કે કમાવા આવ્યા હોય એવા માણસો. અચ્છા, મારા મન માં એક સવાલ આવે છે કે આપણા બાપ દાદા ઓ ને અત્યાર ની સરખામણી માં બોવ ઓછી આવક હતી અને સરખામણી માં કુટુંબ ના સભ્યો ની સંખ્યા પણ વધારે હતી. તેમ છતા બધા છોકરા આરામ થી રમતા રમતા મોટા થય ગયા અને એ લોકો પોતાની મિલકત માં પણ વધારો કરી શક્યા. જયારે અત્યાર ની પરિસ્થિતિ જોઈએ તો ગમે એટલી મહેનત કરો ને સારી એવી કમાઈ કરો તો પણ મહિના ના અંતે તો આ ગણિત નો સરવાળો – બાદબાકી કરતા ઝીરો જ આવતો હશે અથવા તો સામાન્ય રકમ બચતી હશે. ભણતર નું સ્તર વધવાની સાથે આ વ્યવહાર ની સમાજ પણ વધવી જોયે. કમાઈ વધવાની સાથે સંગ્રહ પણ વધવો જોયે. આપણા પૂર્વજો કરતા આપણી પાસે તક

સાસુ - વહુ વચ્ચે ની તકરાર.....

સાસુ અને વહુ નો સંબંધ આમ જોયે તો માં અને દીકરી ના સંબધ કરતા પણ વધારે ઘાટો છે. અને બીજા દ્રષ્ટિકોણ થી જોયે તો કુતરા અને બિલાડી ની દુશ્મની કરતા પણ વધારે જોખમી છે. મારા ખ્યાલ મુજબ આ વાંચી ને તમે નક્કી કરી લીધું હશે કે મેં તો જેટલા પણ સાસુ વહુ ના જોડા જોયા એની વચ્ચે તો કુતરા બિલાડી જેવું જ છે. હાં, તમે સાચા છો, આજ તો આપણા સમાજ નો સળગતો સવાલ છે... સાસુ અને વહુ વચ્ચે હમેશા કેમ અણબનાવ યથાવત જ રહે છે ???? આ સવાલ નો જવાબ તો દુનિયા ની બધી સાસુ અને વહુ ના દ્રષ્ટિકોણ થી અલગ અલગ જ હશે પરંતુ આપડે નિષ્પક્ષ રીતે જોયે તો બન્ને વચ્ચે રહેલી ઘણી અસમાનતા ના કારણે આવું થાય છે. આપણે એ અસમાનતા દુર તો ના કરી શકીએ પણ એને સ્વીકારી ને ચાલીયે તો દીકરી પેલા વહુ યાદ આવશે અને માં પેલા સાસુ. ·          ઉમર નો તફાવત  -    સાસુ અને વહુ ની ઉમર માં સામાન્ય રીતે ૨૦ થી ૨૫ વર્ષ નો  તફાવત  હોય છે. આટલો સમય   વ્યક્તિ ની માનસિકતા માં બદલાવ આવવા માટે ઘણો છે. જેમ કે સાસુ   રૂઢીચુસ્ત વાતાવરણ માં વધારે રહ્યા હોવાથી   એ એમ જ વિચારે કે આગળ પણ આવી જ રીતે ચાલશે. જયારે સમય સાથે બદલાવ ના વાતાવરણ માં રહેલ વહુ ને   એવું લાગે કે પે